રાજકોટનું ત્રીજું હૃદય દાન.
ગ્રીન કોરિડોર સર્જાયો
જામનગરના વતની શ્રી દીપકભાઈ કિશોરભાઈ ત્રિવેદી ઉ.વર્ષ 42 પ્રાઈવેટ સર્વિસ કરતાં હતા. એમને તા 22 નવેમ્બરનાં રોજ સવારે ખુબ જ માથું દુખવા લાગ્યું અને ઉલટી થઈ અને બેભાન થઈ ગયા. તેમને પ્રાથમિક સારવાર લઈ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કર્યા.
સિનર્જી હોસ્પિટલનાં ન્યુરો સર્જન ડૉ. સંજય ટીલવા સાહેબની સારવાર હેઠળ દાખલ કર્યા. તપાસ કરતાં માલુમ થયું કે એમને ખુબ જ વધારે પ્રમાણમાં બ્રેઈન હેમરેજ થઈ ગયું છે અને એમાં સુધારો થઈ શકે એવી કોઈ શક્યતા નથી છતાં પણ સારવાર ચાલુ રાખી પરંતુ એમાં સફળતા ન મળતા દર્દીનું બ્રેઈન ડેથ થઈ ગયું છે એવું જાહેર કરવામાં આવ્યું. આ સમયે ડોક્ટર ટીલવા સાહેબે દર્દીનાં સગાને અંગદાન વિષે સમજાવ્યું. આ સમજ આવ્યા પછી સેવાના કામમાં સહમતી આપવામાં દીપકભાઈનાં પિતાશ્રી કિશોરભાઈ ત્રિવેદી, મા.શ્રી જ્યોતિબેન ત્રિવેદી, મા.શ્રી ભરતભાઈ વ્યાસ, શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસ તથા ભાઈ કેવલ વ્યાસનો ખુબ અગત્યનો ફાળો રહ્યો હતો.

ત્યાર પછી સિનર્જી હોસ્પિટલનાં ડો સંજય ટીલવા, ડો કલ્પેશ સનારિયા, ડો જયેશ ડોબરીયા, ડો નીલેશ માકડીયા, ડો વિશાલ ભટ્ટની ટીમે દર્દીનાં બ્રેઈનડેડ માટેનાં કન્ફર્મેશન માટેના જરૂરી ટેસ્ટ કર્યા ત્યાર પછી ઓર્ગેન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટનાં ડો દીવ્યેશ વીરોજા(ટ્રાન્સ પ્લાન્ટ ફીઝીશીયન) અને શ્રીમતી ભાવનાબેન મંડલી(સોશિયલ વર્કર)એ સમગ્ર અંગદાનની પ્રક્રિયાનું સંકલન કર્યું. સિનર્જી હોસ્પિટલનાં ડો જ્યોતિ રાણપરીયા અને આઈ.સી.યુ ની નર્સિંગ ટીમ દ્વારા દર્દીનાં ઓપરેશન સુધી બધા અંગો બરાબર કાર્યરત રહે એ માટે સતત જહેમત ઉઠાવી હતી. એમનાં અંગોથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ, ઝાયડસ હોસ્પિટલમાં લીવર ટ્રાન્સપ્લાન્ટ, કીડની હોસ્પિટલનાં બે દર્દીઓમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ અને રાજકોટની આઈ બેંકમાં ચક્ષુદાન કરવામાં આવ્યું. આવી રીતે જિંદગીભર સેવાભાવી શ્રી કિશોરભાઈ તથા શ્રીમતી જ્યોતિબેનના એમનાં જેવા જ સેવાભાવી પ્રેમી શ્રી દીપકભાઈ પોતે જતા જતા પણ છ વ્યક્તિઓની જિંદગીમાં નવો જીવ પુરતા ગયા. આ સમગ્ર કુટુંબને કોટી કોટી વંદન.
પ્રેસમીટમાં વિસ્તૃત માહિતી ડો.દિવ્યેશ વિરોજા,ડો.જયેશ ડોબરીયા,ડો.વિશાલ પોપટાણી,ભાવનાબેન મન્ડલી,મિત્તલ ખેતાણી,નીતિનભાઈ ઘાટલીયા એ વિશેષ માહીતી આપી.