• આખા વિશ્વમાં 7.68 કરોડ લોકોએ ડ્રાઈવિંગ લાયસન્સમાં અંગદાન સંકલ્પ કર્યો હોય એવો ભારત પ્રથમ દેશ બન્યો.
• રાજકોટનાં ડેનીસ આડેસરા ની મહેનત રંગ લાવી
• ભારતની વૈશ્વિક સિદ્ધિ
• સત્કાર્ય માટે જીદ અને દઢ સંકલ્પ હોય તો સફળતા મળે જ
• ઓર્ગન ડોનરની કોલમ સાથેનું પ્રથમ ડ્રાઈવીંગ લાઈસન્સ

સત્કાર્ય માટે જીદ અને દૃઢ સંકલ્પ હોય તો સફળતાની મંજીલને કોઈ રોકી શકતું નથી. આ વાકય રાજકોટનાં રીયલ એસ્ટેટનાં વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે સાર્થક કરી બતાવ્યું છે. વ્યવસાય સાથે વિવિધ એન.જી.ઓ. સાથે સંકળાયેલા ડેનીસ આડેસરાએ અંગદાન પ્રત્યે જાગ્રતિ લાવવા લાઈસન્સમાં ઓર્ગન ડોનરની કોલમ ઉમેરવા માટેનાં પ્રયાસો શરૂ કર્યા, લાઈસન્સનાં ફોરમેટમાં ફેરફારની સતા કેન્‍દ્ર સરકારની હોવાથી નવા ફેરફારમાં સમય લાગે, ડેનીસે આ માટેનાં પ્રયાસ ચાલુ રાખ્યા, અંતે સારા કાર્ય માટેનાં વિચારની જીત થઈ, સતત ૪ વર્ષનાં પ્રયત્ન બાદ 2014માં ડ્રાઈવીંગ લાઈસન્સમાં ઓર્ગન ડોનરની કોલમનો કેન્દ્રનાં પરીવહન મંત્રી નિતીન ગડકરી દ્રારા સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. આર.ટી.ઓ. માં નવા સોફ્ટવેર ઈન્સ્ટોલ થયા બાદ સપ્ટેમ્બર-૨૦૧૪ થી નવા લાઈસન્સમાં અરજદારની ઈચ્છા મુજબ અંગદાન, ચક્ષદાનની નોંધ કરવામાં આવે છે. ફોર્મમાં જો મારું મૃત્યુ થાય તો હું અવયવદાન અને ચક્ષુદાન કરીશ આ કોલમ સાથે અરજદારે રાઈટ ટીક કર્યું હોય તો લાઈસન્સમાં બ્લડગ્રપની બાજુમાં ઓર્ગન ડોનર એવો શબ્દ આવી જાય છે. ડેનીસ આડેસરાએ ઓર્ગન ડોનર તરીકેની નોંધ કરાયેલું ડ્રાઈવીંગ લાઈસન્સ પણ કઢાવી લીધું છે.

2014 થી 2021 સુધીનાં આઠ વર્ષોમાં ભારતનાં કુલ 33 રાજ્યોમાં 15.5 કરોડ ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ થયા. તેમાંથી લગભગ 50 % લોકોએ એટલે કે કુલ ૭.૬૮ કરોડ લોકોએ અંગદાન સંકલ્પ કાર્યો અને અંગદાન મુવમેન્ટને એક મિશન તરીકે આગળ ધપાવવા સૌ કોઈ એમ્બેસેડર બન્યા. આ રેકોર્ડ બ્રેક ૭.૬૮ કરોડ અંગદાન સંકલ્પ કરનારની સંખ્યા વિશ્વનાં ઘણાં દેશો કરતાં વધુ છે. ભારત વિશ્વનો પ્રથમ દેશ હશે કે જેમનાં નાગરિકોએ આટલા પ્રમાણમાં અંગદાનનો સંકલ્પ ડ્રાઈવીંગ લાયસન્સમાં રજીસ્ટર કરાવ્યો હોય. તેઓ જ્યાં સુધી જીવશે ત્યાં સુધી બધાને ડ્રાઇવિંગ લાઇસન્સ બતાવી અન્ય લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સમાં અંગદાન સંકલ્પ કરવા પ્રેરણા આપતા રહેશે. ભારતની આ વૈશ્વિક સિદ્ધિ ગણાય કે છેલ્લા આઠ વર્ષોમાં ભારતમાં ૭.૬૮ કરોડ લોકોએ ડ્રાઇવિંગ લાઇસન્સમાં અંગદાન સંકલ્પ કર્યો. જેમણે આવો સંકલ્પ કર્યો હોય એમના ડ્રાઇવિંગ લાઇસન્સમાં ઓર્ગન ડોનર OD એવો સિમ્બોલ લખાઈને આવે, જેનાથી તે જીવે ત્યાં સુધી અન્યોને લાયસન્સ બતાવી પ્રેરણા આપે કે જેઓએ આ રીતે અંગદાન સંકલ્પ કરેલ છે, આપ પણ કરી શકો છો, અને જો એમનું આકસ્મિક મૃત્યુ થાય તો પરિવાર એમની છેલ્લી ઈચ્છા માની એમનું ચક્ષુદાન, અંગદાન કરાવશે જેનાથી અન્ય લોકોને નવી દ્રષ્ટિ, નવું જીવન મળશે.

દિલ્હી સુધી રૂબરૂ રજુઆત કરેલ.
ડેનીસ આડેસરાએ જણાવ્યં હતું કે, રાજકોટમાં ૨૦૧૦માં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટની એક બેઠકમાં સુપ્રીમ કોર્ટની કમિટીનાં મેમ્બર તરીકે અમેરીકન નાગરીકત્વ ધરાવતા અલ્મિત્રાબેન પટેલ સાથે ઓર્ગન ડોનર વિષય પર વાતચીત થઈ એનો શ્રેય પૂર્વ મેયર જનકભાઈ કોટક, કમિશ્નર અજય ભાદૂ ને જાય છે. અલ્મીત્રાબેને અમેરીકાનું ડ્રાઈવીંગ લાયસન્સ દર્શાવી લાયસન્સમાં ઓર્ગન ડોનરનો સંકલ્પ જાહેર કરી શકાય તે સમજાવ્યું. ત્યારથી જ ડેનીસે ભારતમાં આ નિયમનો અમલ કરાવવાનો સંકલ્પ કર્યો. સૌ પ્રથમ ગુજરાત રાજયનાં પ્રદેશ અધ્યક્ષ શ્રી વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરી, તેમણે તત્કાલીન વાહન વ્યવહાર મંત્રી નિતીનભાઈ પટેલને લેટર લખી આપ્યો કે આ કામ કરવા જેવું છે. ગાંધીનગર મળવા ગયેલ ડેનીસનાં વિચારને નીતિનભાઈ પટેલે વધાવીને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી જે.પી. ગુપ્તા સાથે વાત કરાવી. જે.પી. ગુપ્તાએ લાઈસન્સ ફોરમેટમાં ફેરફારની સતા કેન્દ્રને હોવાનું સમજાવ્યું એ સમયે કેન્દ્રમાં યુપીએ સરકાર હતી. ત્યારનાં ટ્રાન્સપોર્ટ મીનીસ્ટર વિપુલ ચૌધરીને મળ્યા. સરકાર બદલાઈ. એનડીએ સરકારમાં સાંસદ શ્રી મનસુખભાઈ માંડવીયા અને મોહનભાઈ કુંડારિયાનાં પ્રયત્નથી પરીવહન મંત્રી નિતીન ગડકરીને દિલ્હી રૂબરૂ મળીને રજૂઆત કરી, બે જ મીનીટમાં
ગડકરી જી એ આ નિયમ અમલી બનાવવાની ખાતરી આપી અને અવિશ્વસનીય રીતે એક જ અઠવાડિયામાં ભારતનાં ડ્રાઈવિંગ લાયસન્સમાં ઓર્ગન ડોનરની કોલમનો ઉમેરો થયો. અંગદાન ક્ષેત્રે વિશ્વમાં ભારતનો સૂર્યોદય થયો.

ડોનરની નોંધ આ રીતે ઉપયોગી બનશે.
મૃત્યુ બાદ અંગદાન, ચક્ષુદાનની ઈચ્છા હોય, સંકલ્પ કર્યો હોય, પરંત મૃત્યું થાય ત્યારે પરીવારજનો આ સંકલ્પથી અજાણ હોય તો ઈચ્છા અધુરી રહી જાય. લાઈસન્સમાં અગાઉથી જ નોંધ હોય તો મોટાભાગે પરીવારજનોને જાણકારી હોય તેમજ બ્રેઈન ડેડ કે કોઈ વ્યકિતનું અકસ્માતમાં મૃત્ય થયું હોય ત્યારે ડ્રાઈવીંગ લાયસન્સના કારણે મૃતક વ્યકિતની અંગદાન કે ચક્ષુદાનની અંતિમ ઈચ્છા પૂરી થઈ શકે જેનાથી અનેકને નવજીવન પ્રાપ્ત થઈ શકે.

આર.ટી.ઓ. નાં ઓપરેટર્સ નો સેમીનાર કર્યો
લાઈસન્સ કઢાવવા આવતા અરજદારોને ઓર્ગન ડોનર તરીકે સંકલ્પ કરવાની કોલમ વિશે જાણકારી ન હોય, પરંત ફોર્મ ભરાવતી વખતે ઓપરેટર તેમને આ વિષે સમજાવે તો વધુને વધુ લોકો ઓર્ગન ડોનર તરીકે પોતાનો સંકલ્પ જાહેર કરી શકે અને લોકજાગ્રતિ પણ આવે. આ માટે આર.ટી.ઓના ઓપરેટરોના સેમીનાર યોજી તેમજ સમજ આપી હતી અને આ સત્કાર્યમાં તેમનું મહત્વનં યોગદાન રહેવાનું હોવાથી ઉત્સાહ વધારવા ઓપરેટરોનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ અંગદાન મુવમેન્ટમાં જાહેરજીવન અગ્રણી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી, મનસુખભાઈ માંડવીયા, પરસોત્તમભાઈ રૂપાલા, સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરિયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગોવીદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી, ડો વલ્લભભાઈ કથીરિયા, પ્રકાશભાઈ સોની, કમલેશભાઈ મીરાણી, ડીકે સખીયા, ભાનુભાઈ મેતા, નરેન્દ્રસિંહ જાડેજા, ભુપતભાઈ બોદર, સામાજિક અગ્રણી અમીનેશભાઈ રુપાણી, જ્યોતીન્દ્રભાઈ મહેતા, કલ્પકભાઈ મણીયાર, મેહુલભાઈ રૂપાણી, નંદલાલભાઈ માંડવીયા, પરેશભાઈ ગજેરા, ડીવી મહેતા, રાજપૂત અગ્રણી પીટી જાડેજા, જયેશભાઈ બોલબાલા, મિતલભાઈ ખેતાણી, જે વી શાહ, નીલેશભાઈ શાહ, રમેશભાઈ ઠક્કર, પ્રતિકભાઈ સંઘાણી, અનુપમભાઈ દોશી, નલીનભાઈ ઝવેરી, ગૌતમભાઈ ધમસાનીયા, યશવંતભાઈ ગોસ્વામી, ડૉ પનારા, ઉમેશભાઈ મહેતા, હિતાબેન મહેતા, કિશોરભાઈ હાપલીયા, માધવભાઈ દવે, મુકેશભાઈ દોશી, જ્વલંતભાઈ છાયા, વિભાશભાઈ શેઠ, કમલેશભાઈ શાહ, અનિલભાઈ દેસાઈ, ભાવેનભાઈ ભટ્ટ, મનીસભાઈ ભટ્ટ, અજીતભાઈ ભીમજીયાણી, સાવરકુંડલા મેહુલભાઈ વ્યાસ, અરુણભાઈ દવે, ચેમ્બર પ્રમુખ વીપી વૈષ્ણવ, અભિષેક આડેસરા, અલ્પેશભાઈ આડેસરા, મનોજભાઈ રાણપરા, મનોજભાઈ કલ્યાણી, મનોજભાઈ દેસાણી, ભાવનાબેન મંડલી, નીતિનભાઈ ઘાટલીયા, મંગેશભાઈ દેસાઈ, વિક્રમસિંહ પરમાર, જીતભાઈ રાઠોડ ગ્રુપ, શૈલેશભાઈ જાની, અન્નપુર્ણા ગ્રુપ શ્રવણભાઈ વિરાણી, તુલસીભાઈ પટેલ, હસિતભાઈ મહેતા, યશભાઈ રાઠોડ, મહેશભાઈ જોશી, રાહુલભાઈ ભાનુશાળી, કુંજેશભાઈ વિઠલાણી, ગૌરાંગભાઈ મણીયાર, સંજયભાઈ સોની, યોગીનભાઈ છનીયારા, જયદીપ વાઢેર, ચિંતન ત્રિવેદી, પુર્વીશ વડગામા, પાર્થ મકાતી, ભાવેશ આડેસરા, સંદીપ શ્રીમાંકર, ભગવતીબેન મહેશભાઈ બસીડા, મેડીકલ અગ્રણીમાં જેમનો સહયોગ મળતો રહ્યો છે એવા ડો જીતેન્દ્રભાઈ અમલાણી, ડો પ્રફુલ કમાણી, ડો કાન્ત જોગાણી, ડો રાધેશ્યામ ત્રિવેદી, ડો મનીષભાઈ મહેતા, ડો અંકુર પાંચાણી, ડૉ ધર્મેશ શાહ, ડૉ કમલભાઈ ડોડીયા, ડૉ કેપી રાઠોડ, ડો નીખીલ ગેરીયા, ડો પીયુષ દેસાઈ, જૂનાગઢ ડૉ ડીપી ચીખલીયા, ડૉ સંકલ્પ વણઝારા, ડૉ પ્રદીપ કણસાગરા, ડો હેમલ કણસાગરા, ડો વસંત સાપોવાડીયા, ડો હેમલ જસાણી, ડૉ અજય મેહતા, ડો દિવ્યેશ વિરોજા, ડો તેજસ કરમટા જેવા અસંખ્ય ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ, એસોસિએશન, સ્વયંસેવકો, સેવાભાવી કાર્યકરો, એનજીઓ નો સાથ સહકાર મળ્યો છે તેવું બ્રહ્માંડ ફાઉન્ડેશનની યાદીમાં જણાવાયું છે. સેવાભારતી, ગુજરાતનાં ટ્રસ્ટી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રાજકોટનાં સહ્વ્યવસ્થાપક પ્રમુખ નરેન્દ્રભાઈ દવે એ પણ ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *